જીવ્યા સંગાથે ને ફોર્યા સંગાથે...
શીખ્યા કક્કો ને બારાખડી સંગાથે,
પકડદોકમાં દોડ્યા સંગાથે ને સંતાકુકડીમાં સંતાયા સંગાથે,
મમ્મીએ પ્રેમથી ભરેલો ડબ્બો જમ્યા સંગાથે,
સાહેબનું ઘરકામ ભૂલ્યા સંગાથે ને માણી સજા વર્ગમાં સંગાથે,
ઉતરાણની પહેલા લડાવ્યા લંગસ્યા સંગાથે, ને દિવાળી પેહલા ફોડ્યા મગ્યા સંગાથે,
શાળાના પ્રવાસમાં ફર્યા સંગાથે, પાવાગઢ ને અંબાજી ઘૂમ્યા સંગાથે,
ને આજે વોટ્સેપ ને ફેસબુકમાં મારીએ છે ગપ્પા સંગાથે,
આવો હવે આંજે યાદોનો કરીએ સરવાળો સંગાથે,
કરી એ અહમ અને માનની બાદબાકી સંગાથે,
જીવ્યા સંગાથે ને ફોર્યા સંગાથે...
સ.વ.પ. પ્રાથમિક શાળા અને ડી.અને. નો તમારો મિત્ર - કેતન રાણા
---------------------
અને યાદોની દુનિયામાં શાળાનાં મિત્રો ને તો કેમ કરી ભૂલાય કેમ કે કોલેજ ના મિત્રોનો સાથ તો ફક્ત 3 કે 4 જ વર્ષનો હોય, પણ ધોરણ 1 થી 10 ના શાળાના મિત્રો જોડે તો આપણું મોટા ભાગનું જીવન સાથે ઘડતર થયેલું કેહવાય.
માનવી જયારે પોતાના વતનને સંભારતો હોય ત્યારે અમુક એવા મુદ્દા હોય છે કે જેને અવગણીએ તો જેમ સુકાયેલો સમુદ્ર અકલ્પનીય છે, તેવીજ રીતે બાળપણ, બાળપનનાં મિત્રો, પ્રાથમિક અને માધ્યમિક શાળા, જુનું ઘર, ગામ, બગીચો, બા, દાદા, પપ્પાનો પ્રેમ અને મમ્મી જોડે કરેલી મસ્તી, ભાઈ સાથેની ભીસ અને બહેન સાથેની મીઠી બબાલ એ વગેરે અસંખ્ય મુદાઓ સાથે સંકળાયેલી યાદો વગર કોઈ પણ માનવી ની યાદોનો સમુદ્ર સુકાયેલો જ ગણાય...



3 comments:
Wah jordar ne Kavi Rana
Rana Saheb sari kavita lakhi che
રણજીત અને રાજુભાઈ, તમારો ખુબ ખુબ આભાર, તમે આપેલું પ્રોત્સાહન મને વધુ લખવા ઉત્તેજિત કરશે અને આપણી માતૃભાષામાં મારા વિચારો રજુ કારવામાં કરવામાં મદદરૂપ નીવડશે..
Post a Comment