Wednesday, March 4, 2015

જીવ્યા સંગાથે ને ફોર્યા સંગાથે


પ્રતિક તારા અભિપ્રાયને મનમાં રાખી ને મારા વિચારો ને વહેતા કર્યા તો  શબ્દચિત્ર કંઇક આમ ચીતરાયું...


જીવ્યા સંગાથે ને ફોર્યા સંગાથે...
શીખ્યા કક્કો ને બારાખડી સંગાથે,
પકડદોકમાં દોડ્યા સંગાથે ને સંતાકુકડીમાં સંતાયા સંગાથે,
મમ્મીએ પ્રેમથી ભરેલો ડબ્બો જમ્યા સંગાથે,
સાહેબનું ઘરકામ ભૂલ્યા સંગાથે ને માણી સજા વર્ગમાં સંગાથે,
ઉતરાણની પહેલા લડાવ્યા લંગસ્યા સંગાથે, ને દિવાળી પેહલા ફોડ્યા મગ્યા સંગાથે,
શાળાના પ્રવાસમાં ફર્યા સંગાથે, પાવાગઢ ને અંબાજી ઘૂમ્યા સંગાથે,
ને આજે વોટ્સેપ ને ફેસબુકમાં મારીએ છે ગપ્પા સંગાથે,
આવો હવે આંજે યાદોનો કરીએ સરવાળો સંગાથે,
કરી એ અહમ અને માનની બાદબાકી સંગાથે,
જીવ્યા સંગાથે ને ફોર્યા સંગાથે...

સ.વ.પ. પ્રાથમિક શાળા અને ડી.અને. નો તમારો મિત્ર - કેતન રાણા

---------------------

અને યાદોની દુનિયામાં શાળાનાં મિત્રો ને તો કેમ કરી ભૂલાય કેમ કે કોલેજ ના મિત્રોનો સાથ તો ફક્ત 3 કે 4 જ વર્ષનો હોય, પણ ધોરણ 1 થી 10 ના શાળાના મિત્રો જોડે તો આપણું મોટા ભાગનું જીવન સાથે ઘડતર થયેલું કેહવાય.

માનવી જયારે પોતાના વતનને સંભારતો હોય ત્યારે અમુક એવા મુદ્દા હોય છે કે જેને અવગણીએ તો જેમ સુકાયેલો સમુદ્ર અકલ્પનીય છે, તેવીજ રીતે  બાળપણ, બાળપનનાં મિત્રો, પ્રાથમિક અને માધ્યમિક શાળા, જુનું ઘર, ગામ, બગીચો, બા, દાદા, પપ્પાનો પ્રેમ અને મમ્મી જોડે કરેલી મસ્તી, ભાઈ સાથેની ભીસ અને બહેન સાથેની મીઠી બબાલ એ વગેરે અસંખ્ય મુદાઓ સાથે સંકળાયેલી યાદો વગર કોઈ પણ માનવી ની યાદોનો સમુદ્ર સુકાયેલો જ ગણાય...




શાળાના સંસ્મરણો


જયારે જયારે પણ ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન કરું છું ત્યારે સરદાર પટેલ સ્કુલની યાદ આવી જાય છેયાદ આવે છે  ગુજરાતી નો પીડીયરગુજરાતી ના સાહેબ બચુભાઈ (જયારે જોઈએ છીએ કેયાદ આવે છે  પરીક્ષામાં લખેલા નિબંધો..... એક ગુજરાતી ને ત્યારેજ સંતોશનો ઓડકાર આવેજયારે એને ગુજરાતી માં પોતાની જાતને વર્ણવવાનો મોકો મળેવિવિધ પરદેશી વાનગીઓની વચ્ચે એને ગુજરાતી થાળી મળેખરેખર ભાષા માનવી નું મૂળ છેભાષા માનવી ને તેના વતનની યાદો સાથે ગાઢ રીતે બાંધી રાખતી એક અનન્ય ગાંઠ છે
- કેતન રાણા







વતનની યાદોમાં ટહેલતા મનનાં હૃદયંગમ સ્પંદનો



વતનની યાદો માં ટહેલતા મનના હૃદયંગમ સ્પંદનો


સાદ કરે છે સીમાડા,
કોક દી તો ભૂલા પડો ગામમાં,
ગામની શેરીઓખેતરની કેડીઓ,
ગામનો ચબુતરો ને ગામની  ભાગોળ હજુયે ત્યાં તમારી વાટ જુવે છે.
બાળપણ ની યાદો નો પટારો હજુયે ખુલો છે,
 યાદોના પટારાને ફેંદવા કોક દી તો ભૂલા પડો ગામમાં
- કેતન રાણા 


Bansilal Amritlal College of Agriculture, Anand, Gujarat
છુક છુક ગાડીમાં વિચારતા અલમસ્ત યોગીની દ્રષ્ટિથી પાવન થયેલી આ એજ કોલેજ છે,
 જેને જોઇને યોગીબાપા કહેતા, "મહંત સ્વામી ની કોલેજની સામે બ્રહ્મવિદ્યાની કોલેજ કરવી છે."

બાગ બગીચા, અને વૃક્ષોથી ભરપુર ભૂમિ એટલે મારી ખેતીવાડી,